ગાથા આપણા પૌરાણિક ગુજરાત ની…

જ્યાં ગરવો ગઢ ગિરનાર છે,
ને ગરવો ગઢ દાતાર છે…

જ્યાં ગૌરવવંતા ગાન પ્રભાસ ક્ષેત્ર ના ગવાય છે,
ને શૌર્યવાંતા ગાન વીર હમીરજી ના ગવાય છે…

જ્યાં કેશિનીષુદન નો દ્વારકાધીશ ખાતે આવાસ છે,
ને અરીસુદન (રણછોડરાય) નો ડાકોર ખાતે નિવાસ છે…

જ્યાંના કવિ કલાપી ‘ કલાપી તીર્થ ‘ થકી વિખ્યાત છે,
ને કવિ મેઘાણી પોતાની શાયર્તા થકી પ્રખ્યાત છે…

જ્યાં માતા નર્મદા ગરીબની રોજગાર પ્રદાતા સાબિત થાય છે,
ને સખી રેવા ખેડૂની નીર પુરવઠાકાર સાબિત થાય છે…

ગુર્જર આબાદિત ભૂમિ એટલે આપણું પવિત્ર ગુજરાત છે,
ગુર્જર પ્રદેશ ભૂમિ એટલે આપણું પુનિત ગુજરાત છે…

આ સૌરભ દ્રવ્ય છે આપણા ગતિશીલ ગુજરાત નું,
ને ગૌરવ કાવ્ય છે આપણા પૌરાણિક ગુજરાત નું…

– નંદન ત્રિવેદી ‘ ભૂતેશ્વર ‘

કોરોના મહામારી અને સ્વ ની સમજણ

આ એક અવસર છે સ્વ ને વિકસિત કરવાનો,
આ એક અવસર છે સ્વ ને તંદુરસ્ત રાખવાનો…

ચાલો આપણે સૌ ઘરમાં રહીને અટકાવીએ આ વિષાણુનો ફેલાવો,
ચાલો આપણે સૌ ઘર માંજ રહીને મીઠા કરીએ પ્રિયજનોના સંબંધો…

ઘરના મહેકતા આંગણાની લક્ષ્મણ રેખા નથી ઓળંગવાની આપણે,
કારણકે કોરોનાના દેશવ્યાપી રોગચાળાને માત આપવાની છે આપણે…

જ્યારે વિશ્વ દેશવ્યાપી રોગચાળાથી પૂરેપૂરો ત્રાહિમામ છે,
ત્યારે મારા ભારત દેશમાં છલકતો આત્મવિશ્વાસ ગામેગામ છે.

ચાલો, એકવાર આપણે સરકારના આદેશોનું પાલન કરીએ,
મુશ્કેલીમાં પણ જજુમતા કોરોના યોદ્ધાઓનું સન્માન કરીએ…

પ્રશ્ન એજ છે કે અંતે કેટલા દિવસ ઘરમાં આપણે આમ બેસી રહીશું ?
અને જવાબ પણ એજ છે કે ઘરમાં બેસી રહીશું તો જ પછી પાછા મળીશું..

અંતે તો બસ મારો એટલો જ સંદેશ છે બધા દેશવાસીઓ માટે,
કે આપણે એક થઈએ આપણા ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે…

લેખક: નંદન કે. ત્રિવેદી

I Still Remember Those Days…

I still remember those days, when she used to pamper me up,

I still remember those days, when my absence for a while made her restless to search for me up…

I still remember those days, when the warmth of her heart made me feel safe,

I still remember those days, when my gift for her, brought a smile on her gentle face…

I still remember those days, when she frequently used to visit me at my hostel with the only intension of seeing me happy,

I still remember those days, when I was a new born baby she used to change my nappy…

I still remember those days, when she used to love me wholeheartedly,

I still remember those days, when she used to praise me up on seeing me sat in a corner downheartedly…

“Dedicated to all mothers”

By: Nandan Trivedi